|| નમઃ શિવાય ||

હર હર મહાદેવ

ભગવાન શિવ શૈવ ધર્મના સર્વોચ્ચ ભગવાન છે, અને ભગવાન મહાદેવ, ભગવાન મહેશ અને ભગવાન ભોલેનાથ તરીકે પણ ઓળખાય છે. શાસ્ત્રોમાં, તેમને નીચેના પરોપકારી સ્વરૂપોમાં દર્શાવવામાં આવ્યા છે

મંદિર

કૈલાસ પર્વત પર તપસ્વી જીવન જીવતા સર્વજ્ઞ યોગી એક આકાશી ગૃહસ્થ તેની પત્ની દેવી પાર્વતી સાથે રહે છે, અને પુત્રો એટલે કે ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય તેમના અમૂર્ત સ્વરૂપમાં, શિવજીને લિંગમ તરીકે પૂજવામાં આવે છે,, જેને શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રજૂઆત તેમના અમર્યાદિત, ગુણાતીત, અપરિવર્તનશીલ અને નિરાકાર ગુણોનું ચિત્રણ કરે છે.

cta

ૐ ત્રયમ્‍બકં યજામહે ।સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્

ત્રિશૂલ છટયે જગત ઝેર પીનારો, શંકર પણ હુંજા આને નીલકંઠ હુંજા છું

વિગતો

મંદિરનો ઇતિહાસ

ગુંછળીનો ટેબો

ભારત વર્ષના ગુજરાત રાજ્યનું મહેસાણા પંથકનું ગુંછળી ગામ, વિજાપુર અને વિસનગરથી મધ્યમાં રંગાકૂઈ થી બિલીયા રોડ ઉપર વસેલું છે.

આ ગામ લોકમુખે “ગુંછળીનો ટેબો” એવા નામે ઓળખાય છે. ગુંછળી ગામ - આજુબાજુના વિસ્તારની સરખામણીમાં થોડી ઊંચાઈ પર વસેલું છે. જે તેની આગવી ઓળખ છે. જે ટેબાના કારણે આ ગામ ઓળખાય છે. તે ટેબો પોતાના પેટાળમાં ભવ્ય ઇતિહાસ દબાવીને બેઠો છે. જે જગ્યાએ આ ટેકરો આવેલો છે, તે જગ્યાએ આજથી લગભગ 1000 વર્ષ પહેલાં ભવ્ય નગર વસેલું હતું. જેની સ્થાપના વડનગર નાગર બ્રાહ્મણોના વંશજોએ કરેલી હતી. જેમાં સૌપ્રથમ જોઈતારામ અજયરામ આવીને વસ્યા હતા. એવું કહેવાય છે કે, માથા સાટે ગામ વસાવેલું, જેથી તેનું નામ “માથાસરી” પડેલું હતું. “માથાસરી” ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવતું હતું. તેના તાર ઐતિહાસિક નગરીઓ - સિદ્ધપુર અને વડનગર સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

લોકવાયકા મુજબ સિદ્ધપુરના રુદ્રમાળમાં કેટલાક પાટ ઉપર “માથાસરી” નામ કોતરાયેલું હતું; એવું જાણવા મળે છે. નાગર બ્રાહ્મણોની ઐતિહાસિક નગરી “વડનગર” પ્રાચીન સમયમાં વિદ્યા અને સંસ્કૃતિનું ધામ કહેવાતું હતું. તેનાથી ફક્ત 17 કિલોમીટર દૂર “માથાસરી” ગામ એ વખતે નાગર બ્રાહ્મણોએ જ વસાવેલું હતું. જેથી વડનગરમાં મળેલા અવશેષો મુજબ લગભગ સાત દેશોના લોકો અભ્યાસ માટે ત્યાં આવ્યા હોવાના અવશેષો વડનગરમાં મળ્યા છે. એ અંતર્ગત એવું પણ કહી શકાય કે, “માથાસરી” પણ પ્રાચીન સમયમાં વિદ્યાનું ભવ્ય ધામ હશે. તેના તાર પ્રાચીન વિદ્યાપીઠો તક્ષશિલા અને નાલંદા સાથે જોડાયેલા હોઈ શકે, એવું પ્રાચીન પરંપરાગત ઈતિહાસ સંગ્રહિતકારો પાસે નોંધાયેલું છે.

jpg
jpg
jpg
jpg

માથાશરી

“માથાશરી” પોતાની કીર્તિ ચારે તરફ ફેલાવી રહ્યું હતું, ત્યારે ભારતમાં બદલાતી રાજસત્તાઓની અસર તેના પર પણ પડી. જેમાં ઈ.સ. 1450 થી 1500 સુધીના સમયકાળમાં આવેલ મુસ્લિમ આક્રાંતાઓની આક્રમક નીતિઓનો ભોગ “માથાશરી” પણ બન્યું. જ્યારે તેના પર આક્રાંતાઓનો હુમલો થયો ત્યારે તેના પ્રતિકાર સ્વરૂપે “માથાશરી”ના લોકો પણ લડાઈમાં જોડાયા. તે વખતે “માથાસરી”ની બે બહાદુર દીકરીઓ “લાલબાઈ” અને “ફુલબાઈ” આ લડાઈમાં સતી થયા. જે જગ્યાએ આ બંને દીકરીઓ સતી થઈ હતી, ત્યાં આજે શ્રી “શ્રી લાલબાઈ” અને “શ્રી ફુલબાઈ” માતાજીનું મંદિર હાલ “ગુંછળી” ગામના પાદરે આવેલું છે. આ મંદિરથી ઉગમણી દિશામાં એક પ્રાચીન વાવ આવેલી હતી. જેમાં “મા બ્રહ્માણી”ની પૂજા થતી હતી, એવું બારોટજીના ચોપડે નોંધાયેલું છે.

“માથાશરી”થી ઉગમણી દિશામાં “શ્રી રામેશ્વર મહાદેવ”નું શિવાલય આવેલું હતું. આવો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવતું “માથાશરી” કાળચક્ર સામે ટકી શક્યું નહીં અને ધીરે-ધીરે તે ખાલી થવા લાગ્યું. “માથાશરી”નું પતન થયા પછી નવું ગામ રામેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વિક્રમ સંવત ૧૮૦૧, ચૈત્ર સુદ અગિયારસને સોમવારના રોજ વસાવવામાં આવ્યું. જેનું નામ “ગુંછળી” પાડવામાં આવ્યું હતું. આમ, અત્યારનું હયાત ગામ લગભગ 300 વર્ષ જેટલું પુરાતન છે. જૂના ગામની જગ્યામાં આવેલો ગામ કૂવો હમણાં સુધી હયાત હતો. તેની બાજુમાં “શ્રી જોગણી માતાનું પુરાતન મંદિર” પણ આવેલું છે. જૂનું ગામ જ્યાં હતું, તે જ ગ્યાનિચાણવાળી હોવાથી ચોમાસામાં થતા નુકસાનથી બચવા ગામ લોકોએ વસવાટની જગ્યા બદલી. જ્યાં આજે સુંદર મજાનું ગામ હયાત છે. ગામમાં અલગ અલગ જ્ઞાતિઓના લગભગ 250 જેટલા ઘર આવેલા છે. તમામ પ્રકારની સગવડો ધરાવતું “ગુંછળી” ગામ સમય સાથે તાલ મિલાવી ખૂબ સુંદર પ્રગતિ કરી રહ્યું છે.

ગુંછળી ગામ

“ગુંછળી” ગામ વિશે એવું વારે ઘડીએ એવું સાંભળવા મળતું કે, “ગુંછળી” એટલે પછાત ગામ, રેતીના રસ્તા અને વગડો ધરાવતું ગામ.

આ ગામ ક્યારેય પણ પોતાની પ્રગતિ કરી શકશે નહીં. પરંતુ, કાળક્રમે એ સમય બદલાયો અને આજે ગુંછળી ગામના લોકોની મહેનત અને ગ્રામજનોની ખૂબ જ આંતરિક તાદાત્મ્યતાની ભાવનાને કારણે આ ગામ પ્રગતિના નીત્યનવા સોપાનો સર કરી રહ્યું છે. ગામની પાવનભૂમિમાં પડેલા સંસ્કાર અને આરધ્ય દેવોના આશીર્વાદના કારણે ગામ ખૂબ જ સારો વિકાસ કરી રહ્યું છે. અત્યારે હાલ તાજેતરમાં જ ગુંછળી મુકામે રામેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય પુનઃ નિર્માણ આધીન છે. તે ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર થઈ અને તેની મહારુદ્રી અભિષેક અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે.

મંદિર પરીસર વિકાસની સાથે-સાથે ગ્રામજનોના અદમ્ય સાહસ અને પ્રકૃતિ પ્રત્યેના આત્યંતિક પ્રેમના કારણે આજે રામેશ્વર મહાદેવ મંદિરમાં નક્ષત્રવન, બીલીવન, ઔષધિ ગાર્ડન વગેરે જેવા પ્રકૃતિના તત્વોની પણ ખૂબ જ કાળજી સાથે ઉછેર દ્વારા પ્રકૃતિને સંસ્કૃતિ સાથે જોડવાનો અનેરો પ્રયાસ થયો છે.

સાથોસાથે ગામના ગામઠાણની તેમજ ખેતીલાયક જમીન સિવાયની ગૌચર જમીનમાં એ જમીનનો સદુપયોગ થાય અને પ્રકૃતિનો વિકાસ થાય તે અંતર્ગત વન વિભાગ, ગુંછળી ગ્રામ પંચાયત તેમજ રામેશ્વર મહાદેવ ટ્રસ્ટના સહયોગથી ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી ગામને હરિયાળુ ગામ બનાવવાનો ખૂબ જ સારો પ્રયત્ન થયો છે.

રંગાકૂઈ

જે અંતર્ગત ગુંછળી ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણી શકાય - એવા રંગાકૂઈ ગામ બાજુથી વાત કરીએ તો રંગાકૂઈ ગામથી જેવા ગુંછળી ગામની સીમમાં પ્રવેશ કરીએ ત્યાં જ એક સરસ મજાના ગેટ દ્વારા તમામ આગંતુકોનું સ્વાગત ગુંછળી ગામની પ્રકૃતિ કરી રહી હોય એવો અનુભવ કરાવતો એક ખૂબ જ સુંદર ગેટ ઊભો કરવામાં આવ્યો છે. ગેટમાંથી પ્રવેશ કરતાં જ કડવા ચાયડા નામથી ઓળખાતા ડાબી બાજુના વિસ્તારમાં લગભગ 30 વીઘા જેટલી જમીનમાં સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા તથા ગુંછળી ગ્રામ પંચાયતના સહયોગથી ફળાઉ વૃક્ષો, અરડુસા તેમજ નીલગીરીના વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન ગુંછળી - ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે ખૂબ જ સુંદર પ્રકૃતિવનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પાંચ વીઘા જેટલી જમીનમાં ફળાઉ વૃક્ષોનો ઉછેર કરી ગામના સમગ્ર વિસ્તારમાં રહેતા પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ તેમનો કુદરતી આહાર ખૂબ જ સહજતાથી મળી રહે તે માટેનો ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં બદામ, ઉમરો, રાયણ, જાંબુ, આંબો વગેરે જેવા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરી પક્ષીઓને કુદરતી આવાસ તેમજ ખોરાક આપવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વૃક્ષો મોટા થયા પછી ક્યારે પણ તેને નહીં કાપવાનો એક સંકલ્પ પણ કરવામાં આવ્યો છે. જેથી પક્ષીઓને તેમનું કાયમી ઘર આપવાનો એક અનેરો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જે આ ગામના લોકો પ્રકૃતિ પ્રત્યે કેટલા જાગૃત છે તે સાબિત કરે છે.

જ્ઞાન, કર્મ આને ભક્તિ નો ત્રિવેણી સંગમ

રામેશ્વર મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર

ભગવાન શિવ!!

શિવ કોણ છે: માણસ, દંતકથા કે દૈવી?

ભગવાન શિવ શૈવ ધર્મના સર્વોચ્ચ ભગવાન છે, અને ભગવાન મહાદેવ, ભગવાન મહેશ અને ભગવાન ભોલેનાથ તરીકે પણ ઓળખાય છે. શાસ્ત્રોમાં, તેમને નીચેના પરોપકારી સ્વરૂપોમાં દર્શાવવામાં આવ્યા છે:

કૈલાસ પર્વત પર તપસ્વી જીવન જીવતા સર્વજ્ઞ યોગી એક આકાશી ગૃહસ્થ તેની પત્ની દેવી પાર્વતી સાથે રહે છે, અને પુત્રો એટલે કે ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય તેમના અમૂર્ત સ્વરૂપમાં, શિવજીને લિંગમ તરીકે પૂજવામાં આવે છે, જેને શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રજૂઆત તેમના અમર્યાદિત, ગુણાતીત, અપરિવર્તનશીલ અને નિરાકાર ગુણોનું ચિત્રણ કરે છે.

શિવ હી સત્ય હૈ, શિવ હી અનંત હૈશિવ હી અનાદિ હૈ, શિવ હી ભગવંત હૈશિવ હી બ્રહ્મ હૈ, શિવ હી ઓમકાર હૈશિવ હી શક્તિ હૈ, શિવ હી ભક્તિ હૈ

અકાલ મૃત્યુ વો મરે, જો કમઁ કરે ચંડાલ કાકાલ ઉસકા ક્યાં કરે, જો ભક્ત હો મહાકાલ કાજય શ્રી મહાકાલ

જીસકી શિવ સે પ્રીત હૈ, ઉસકી હર જંગ મે જીત હૈ. હર હર મહાદેવ